PASAG Vihar Foundation · Mahaveer Keval Foundation
ગુજરાતીहिन्दीEnglish
Donate
Pasag Vihar dhyan kendra at Anjaneri, Nashik
ધ્યાન કેન્દ્ર · અંજનેરી, નાશિક

પાસગ વિહાર

તીર્થંકર પરમાત્માએ મુક્તિ માટે ઉપદેશેલી અને અસંખ્ય યોગીપુરુષોએ આદરેલી ધ્યાનપદ્ધતિનું પ્રશિક્ષણ કેન્દ્ર.

ધ્યાન–પ્રતિષ્ઠાની પાવન પીઠિકા એટલે પાસગ વિહાર

A sadhak in meditation beside ancient stone ruins at Anjaneri
પ્રાચીન નિર્ગ્રંથભૂમિ

પાસગ ભૂમિ

અંજનેરીનું પ્રાચીન નામ અંજનગિરિ છે. ચરમશરીરી હનુમાનજીની આ જન્મભૂમિ છે.

આજે પણ ગિરિમાં અઢી લાખ વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથ પ્રભુની ગુફા વિદ્યમાન છે; એક હજાર વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ગુફા પણ સાધકને પરમ મૌનની શિક્ષા આપે છે.

અંજનેરી પર્વતની તળેટીમાં એક સમયે 108 જેટલા જિનાલયો હોવાની સાબિતી મળે છે — આજે પણ અનેક જિનાલયોના મનમોહક ખંડિયેરો ભૂતકાળની ભવ્યતા અને ભૂમિની પવિત્રતાનું પ્રમાણ આપે છે.

સૂક્ષ્મદેહે વિચરતા અનેક યોગીપુરુષોના સંનિધાનથી અધિષ્ઠિત આ ભૂમિ પર — જૈન શાસનની અત્યંત પ્રાચીન ધ્યાનસાધનાની પરિપાટી હવે “પાસગ વિહાર”ના નામે ઉજાગર થઈ રહી છે.

નિર્માણની વિશેષતા

જૈન પરંપરાનું સર્વપ્રથમ સાકાર થતું ધ્યાન કેન્દ્ર

Pasag Vihar stone architecture with tiled roof and lush planting
1.

દરેક સાધક પ્રકૃતિ સાથે પોતાનો તાર જોડી શકે એવી અદ્ભુત સ્થાપત્ય કલા.

2.

એક સાથે 108 સાધકો સાધના કરી શકે એટલી સંપૂર્ણ વ્યવસ્થા.

3.

એક રૂમમાં બેથી વધુ સાધક નહીં — અને તે બંનેની સ્વતંત્ર, વિભાજિત વ્યવસ્થા.

4.

ખુલ્લા આકાશ નીચે ધ્યાન ધરવા માટેની વિશેષ સંરચના.

5.

સઘન છતાં શાંત વનવાતાવરણમાં ગુફામાં પ્રવેશીને ધ્યાનાભ્યાસની ઉત્તમ સગવડ.

6.

ભાઈઓ અને બહેનો માટે માર્ગ, ધ્યાન અને ભોજનની સંપૂર્ણ જુદી વ્યવસ્થા.

7.

મોટા ભાગનું બાંધકામ સિમેન્ટથી નહીં, ચૂનાથી — શીતળતા અને વર્ષોવર્ષની મજબૂતી માટે.

8.

વીતરાગ પરમાત્માના આલંબન માટે મૂર્તિસહિત એક ભવ્ય પ્રાસાદ.

9.

ધ્યાનપદ્ધતિનું મહત્ત્વ સમજાવવા આર્ટ ગેલેરી અને ઓડિટોરિયમ.

10.

ધ્યાનવિષયક સંશોધન માટે લાયબ્રેરીનું આયોજન.

11.

સાધુ–સાધ્વીજી ભગવંતો માટે ભોંયરા સહિત ઉપાશ્રયોનો પ્રબંધ.

12.

વિહારમાં પધારેલ સાધુ–સાધ્વીજી માટે જુદા ઉપાશ્રયની સુવિધા.

13.

પર્યાવરણને જરા પણ ક્ષતિ ન થાય — બલ્કે પ્રકૃતિનું પોષણ થાય એ રીતનું સર્જન.

ગેલેરી

દર્શન

View full gallery
Anjaneri village at dawn below the Pasag Vihar site
The Jinalay temple at Pasag Vihar
Satsang gathering with Guruji at Pasag Vihar
સાધના

પાસગ સાધના

જૈન ધર્મની સર્વાંગપૂર્ણ સાધના એટલે પાસગ સાધના — સર્વ નયોના (દૃષ્ટિકોણોના) અંતર્મુખ ઉપયોગ માટેની સાધના. શૂન્યતા અને પૂર્ણતા, બંને પડખાંથી ઊંચકાતી આંતરયાત્રા એટલે પાસગ સાધના.

1.

સાત–સાત દિવસની સાધનાની શૃંખલા સતત ચાલતી રહેશે.

2.

આવેલ દરેક સાધકને સાત દિવસનું મૌન ફરજિયાત રહેશે.

3.

દરેક સાધક તત્ત્વજ્ઞાનના શિક્ષણને સરળતાથી સમજશે.

4.

સમજ સાથે ધ્યાનના પ્રયોગો વધુ ગહન અને સ્પષ્ટ થશે.

5.

દરેક સાધકને મનશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિનો માર્ગ મળશે.

6.

અનુભૂતિને ઉજાગર રાખવા દૈનિક દિનચર્યામાં જરૂરી વિવેક શીખવા મળશે.

7.

આવેલ સાધકને પોતાનું વાસ્તવિક લક્ષ્ય અને તેને સ્પર્શવાની કલા ઉપલબ્ધ થશે.

Sadhaks in a meditation hall at Pasag Vihar

આપ્તવચન

જે એગં જાણઇ સે સવ્વં જાણઇ.

ભગવાન મહાવીર સ્વામી

સારોઽત્ર ધ્યાનયોગઃ — જિનશાસનનો સાર ધ્યાનયોગ છે.

શ્રી સિદ્ધર્ષિગણિ

મોક્ષનો માર્ગ સંવર–નિર્જરા; તેનો માર્ગ તપ; તેમાં પ્રધાન ધ્યાન — તેથી જ ધ્યાન મોક્ષનું પ્રધાન અંગ છે.

પ.પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મ.

ધ્યાન વિના આત્મા સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી; આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી બધું અધૂરું છે.

પ.પૂ. આચાર્ય વિજય કલાપૂર્ણસૂરિજી મ.

દાન યોજના

આ સમગ્ર સંકુલમાં લાભ લેવાની યોજના

રત્નરાશિ

₹ 1.08 Cr

સુવર્ણરાશિ

₹ 54 Lakh

રજતરાશિ

₹ 27 Lakh

લાભ લેનાર મહાનુભાવોની કૃતજ્ઞતા–અભિવ્યક્તિ રૂપે, કીર્તિસ્તંભમાં ચતુર્મુખ દર્શનીય પરમાત્માના ચરણાગ્રે શિલાલેખમાં ઔચિત્યપૂર્વક નામ નોંધવામાં આવશે.

80G — Income Tax deduction eligible
Contribute to the Vihar
સંપર્ક

Pasag Vihar Foundation

Site

Gate No. 925, Village Anjaneri, Tal. Trimbakeshwar, Nashik, Maharashtra 422213

Office

Valson Compound, L.B.S. Marg, Bhandup (W), Mumbai, Maharashtra 400078

Web

www.pasag.org

For more information
Mumbai
Ahmedabad
Surat

Bhadreshbhai

+91 92279 20640